અમેરિકા : વાવાઝોડાંના કારણે કેરોલિના શહેરો ટાપુમાં ફેરવાઇ ગયા

અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં 48 કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે. અહીં છેલ્લાં 48 કલાકમાં 24 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં 25 ફૂટ (300 ઇંચ) સુધી પાણી ભરાયા હતા.