રાજ્યમાં 72 કલાક ભારેથી અતિભારે વરસાદ : 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં વઘઈ તાલકામાં 164 મી.મી. એટલે કે 6 ઈંચ તથા વ્યારામાં 137મી.મી. અને વાલોડમાં 133 મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં 5 ઈંચ અને ડોલવણ તાલુકામાં 102 મી.મી. એટલે કે 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 72 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે.