સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી ઈપી ચેટ ગ્રીન સાથે મુલાકાત

દેશ છોડીને ફરાર થઈ ગયેલા ડાયમંડ કારોબારી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે એન્ટીગુઆ દ્વારા ભારતને પૂરી મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી ઈપી ચેટ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ચેટ ગ્રીને સુષ્મા સ્વરાજને શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.