ગાંધીનગરમાં એક જ દિવસમાં 39 પોઝિટિવ કેસ, એકનું મોત

0
70

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી કલોલના વૃદ્ધનું મોત નિપજ્યું છે. નવા નોંધાયેલા કેસમાં કોરોના વોરિયર્સ સ્ટાફ નર્સ, મેડિકલ સ્ટોર્સનો દુકાનદાર, સુપર સ્પ્રેડર શાકભાજી-ફ્રૂટવાળા અને કરિયાણાના વેપારીઓ સંક્રમિત થયા છે.જિલ્લામાં અગાઉ એક દિવસમાં સૌથી વધુ 20 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બુધવારે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 39 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 6, ગ્રામ્યમાં 6 જ્યારે કલોલ તાલુકામાં 15, દહેગામ તાલુકામાં 7 અને માણસા તાલુકામાં 5 કેસ નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટાફ નર્સ, મેડિકલ સ્ટોર્સનો દુકાનદાર પણ કોરોનાથી સંક્રમિત બન્યાં છે. આ ઉપરાંત 4 કરિયાણાના વેપારી, બે શાકભાજીના વેપારીઓ, એક ફ્રૂટનો વેપારી કોરોનાનો ભોગ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here