રાજસ્થાનના સીએમે ગુજરાતને દારૂડિયું રાજ્ય કહેતાં સર્જાયો વિવાદ…

0
1258

ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનનો સીએમ રૂપાણીએ પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હું દારૂબંધીનું સમર્થન કરું છું પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દારૂની ખપત થઇ રહી છે.

કોંગ્રેસનાં શ્રી અશોક ગેહલોત નાં નિવેદન સામે ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાની તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં શ્રી અશોક ગેહલોતનું નિવેદન-“ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે” તે ગુજરાતનાં દરેક પરીવાર માટે ‘આઘાતજનક’અને ‘અપમાનજનક ‘ છે. તેમણે ‘ઘર’ શબ્દ વાપરીને ગુજરાતની સમગ્ર યુવા પેઢી, મહિલાશક્તિ અને વડીલોનું હાડોહાડ અપમાન કર્યુ છે.કોંગ્રેસને હમેશાં ગુજરાતની પ્રગતિ, ગુજરાતનાં કલ્ચર અને ગુજરાતનાં ગૌરવ , નેતૃત્વની હમેશાં ઈર્ષ્યા થતી હોય છે.

કોંગ્રેસનાં બે જ કામ છે. કે ગુજરાતહિતને નુકશાન કરવું અને ગુજરાતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવો. નર્મદા વિરોધી-પાણી વિરોધી કોંગ્રેસ દારુબંધીની તરફેણ કરીને ગુજરાતની જનતાને દારુડીયા કહીને અપમાન કરે છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ કેમ ચૂપ છે ? કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ તેમ શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું.ગુજરાતની જનતાને લોકમન કે લોકમતથી જીતી શકયાં નથી એટલે સતત બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here