રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં આંતરિક વિખવાદ અને નારાજગીના વંટોળ ઉઠ્યા છે. ટિકિટ ફાળવણીમાં વફાદારોની અવગણના અને જાતિગત સમીકરણોને લઈને દિગ્ગજ નેતાઓએ કેસરીયો અને પંજો છોડવાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વેની આ ખેંચતાણ સ્પષ્ટ કરે છે કે બંને પક્ષો માટે આંતરિક સંતોષ જાળવવો મુશ્કેલ બની રહ્યો છે. જે નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે તે અપક્ષ તરીકે કે અન્ય પક્ષના ટેકાથી ચૂંટણી મેદાનમાં ઉતરીને પક્ષોના ગણિત બગાડી શકે છે.






