ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું…

0
179

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. આ અકસ્માતની ઘટનાને લઈને CM દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક જ જગ્યાએ સતત બે રોડ અકસ્માતો થયા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. હાઇવે પર એસયુવીએ પાછળથી એક ડમ્પરને ટક્કર મારી હતી. આ પછી રસ્તા પર હોબાળો મચી ગયો હતો અને અકસ્માત જોવા માટે ઘણા રાહદારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો, જ્યારે કેટલાક લોકોએ ઘાયલોને મદદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે એક ઝડપી જગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.