Home Gandhinagar દિવાળીના દિવસે ગાંધીનગર મેટ્રો સેવા સાંજે 6 વાગ્યા સુધી જ, મુસાફરોએ સમયનું...

દિવાળીના દિવસે ગાંધીનગર મેટ્રો સેવા સાંજે 6 વાગ્યા સુધી જ, મુસાફરોએ સમયનું ખાસ ધ્યાન રાખવું

0
23

ફટાકડાની આતશબાજી વચ્ચે મુસાફરોની સલામતી અને મેટ્રોની સુરક્ષાને ધ્યાનમાં રાખી GMRCનો નિર્ણય

ગાંધીનગર : દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો રેલ સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોની સલામતી અને મેટ્રો સંચાલનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 8 નવેમ્બર, રવિવારના રોજ મેટ્રો સેવા નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે જાહેર માર્ગો પર ફટાકડાની આતશબાજી થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

નવા સમયપત્રક મુજબ ગાંધીનગર રૂટ પર મેટ્રો સેવા સવારે 6:20 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અમદાવાદ રૂટ પર મેટ્રો સેવા સાંજે 7:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ગાંધીનગરને જોડતા વિવિધ રૂટ પર છેલ્લી ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. APMCથી મહાત્મા મંદિર તરફ જતી છેલ્લી મેટ્રો સાંજે 5:30 વાગ્યે ઉપડશે, જ્યારે મહાત્મા મંદિરથી APMC તરફની છેલ્લી ટ્રેન સાંજે 6:08 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે APMCથી GIFT City તરફની છેલ્લી ટ્રેન સાંજે 5:16 વાગ્યે અને GIFT Cityથી APMC તરફની છેલ્લી ટ્રેન સાંજે 6:21 વાગ્યે ઉપડશે.

મેટ્રો સેવાના આ સમયફેરફારને કારણે દિવાળીના દિવસે મુસાફરી કરવાનું આયોજન કરતા નાગરિકો, નોકરીયાતો અને અન્ય મુસાફરોએ પોતાના પ્રવાસનું આયોજન અગાઉથી કરી લેવા અપીલ કરવામાં આવી છે. દિવાળીના દિવસ બાદ મેટ્રો સેવા નિયમિત સમયપત્રક મુજબ શરૂ થવાની છે.