દીવમાં મહા વાવાઝોડાની અસર શરૂ. NDRFની 5ટીમ દીવમાં તૈનાત. દીવમાં તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકિનાર વિસ્તારમાં તંત્ર અલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આજનો દિવસ દીવ માટે ભારે છે. દીવથી યૂ ટર્ન વખતે મહાની સ્પીડ 40થી 50 કિમીની રહેશે. યૂ ટર્ન બાદ ફરી મહુવા તરફ મહા આવી શકે છે. મહુવા તરફ આવે ત્યારે મહા વાવાઝોડાની સ્પીડ ધીમી હશે. મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સહિત મ. ગુજરાત અને દ. ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.