મુખ્યમંત્રી પટેલ સામે ચાલીને નવા મંત્રીઓને મળવા પહોંચ્યા

0
198

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને પોતાના મંત્રીઓને મળવા પહોંચ્યા હતા. ગુજરાત ના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લઇ લીધા છે અને મંગળવારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઇને ચાર્જ સંભાળી લીધો હતો. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીનો સરળ અને આત્મિયતાભર્યો સ્વભાવ જોવા મળ્યો હતો.  સામાન્ય રીતે મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા જતાં હોય છે પણ સરળ સ્વભાવના ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સાલસ સ્વભાવ અને આત્મિયતાભર્યો સ્વભાવ મંગળવારે મંત્રીઓ અને તેમના સમર્થકોને જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી સામે ચાલીને તમામ મંત્રીઓને મળવા પહોંચ્યા હતા અને તમામ મંત્રીને મળ્યા હતા. પોતાનો પદભાર સંભાળ્યા બાદ ખુદ મુખ્યમંત્રી મંત્રીઓની ચેમ્બરમાં મંત્રીઓને મળવા ગયા હતા.