વાઇબ્રન્ટને કારણે ખ-રોડ પર ગટરલાઇનની કામગીરીને બ્રેક

0
188

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 1 થી 30 સેક્ટરના તમામ રહેણાંક વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર યોજના માટે રૂપિયા 250 કરોડનું બજેટ મંજૂર કરીને પાટનગર યોજના વિભાગની મદદથી કામ હાથ પર ધર્યું છે. પરંતુ ખ- રોડ પરથી પસાર થતી ભૂગર્ભ ટ્રંક ગટર લાઇનનું કામ શરૂ કરતાં હજું 4 મહિના જેટલો સમય લાગશે. જેનું મુખ્ય કારણ વાઈબ્રન્ટ સમિટ હોવાનું જણાઇ આવ્યું છે.