હર હર મહાદેવનો નાદ કર્યો અને આ ગુજરાતીઓને મોત આવ્યું..

0
254

ઉત્તરાખંડમાં ગુજરાતીઓ શ્રદ્ધાળુઓની બસને નડેલા અકસ્માતમાં  7 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ભાવનગરમાં રહેતા તેમના પરિવારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને થયેલા અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. મોત પહેલા બસમાં બેસેલા તમામ મુસાફરો હર હર મહાદેવનો નાદ બોલાવતા હતા. આ સમયે તેઓ કેટલા ખુશ હતા, તેનો આ છેલ્લો પુરાવો છે. આ બાદ બસને અકસ્માત થતા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઉત્તરાખંડ અકસ્માતમાં 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. યાત્રા પર ગયેલા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. ત્યારે અકસ્માત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં તમામ યાત્રિકો હર હર મહાદેવનો જયકાર બોલાવતા નજરે પડ્યા. ‘હર હર મહાદેવ’નો નાદ કર્યા બાદ આ ગુજરાતીઓને પહાડીઓમાં મોત આવ્યું હતું. મોત પહેલા શ્રદ્ધાળુઓએ લીધું હતું મહાદેવનું નામ. તો બીજી તરફ, ઉત્તરાખંડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ત્રાપજ ગામનાં વતની બ્રિજરાજસિંહ જીવુભા ગોહિલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓે પોતે સલામત છે તેવી પરિવારજનોને માહિતી આપી છે.