14 માર્ચથી ધો.10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ…

0
333

આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. તો બીજી તરફ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) મુજબ આગામી ૩ થી ૨૧મી એપ્રિલ દરમિયાન ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે. તમામ શાળામાં એક સાથે પરીક્ષા લેવાનું આયોજન હોવાથી તંત્ર કવાયતમાં લાગ્યું છે. ધોરણ ૫ અને ૮ સિવાયના વિધાર્થીઓને નપાસ નહીં કરાય. ધોરણ ૩થી ૪ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રમાં જ જવાબો લખવાના રહેશે. જ્યારે ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે.