‘અનુપમા’ ફેમ એક્ટર નીતિશ પાંડેનું નિધન, 51 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

0
281

‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન થયું છે. ગઈકાલે 23મી મેના રોજ રાત્રે હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. એક્ટરની ઉંમર 51 વર્ષની હતી. તે હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેમની અચાનક વિદાયથી ફેન્સ શોકમાં ડૂબી ગયા છે. અગાઉ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઇ હતી અને હવે નીતીશ પાંડેના નિધનથી લોકોને આઘાત લાગ્યો છે.

લેખક સિદ્ધાર્થ નાગરે સમાચારની પુષ્ટિ કરી. તેણે સૌથી પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ સમાચાર સાચા છે. તેઓ એક ઇવેન્ટમાંથી પાછા ફરી રહ્યા હતા જ્યારે તેમને નીતિશ પાંડેના નિધનના સમાચાર મળ્યા. તેણે જણાવ્યું કે નીતીશ શૂટિંગ માટે ઈગતપુર ગયા હતા. ત્યાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જો કે મૃતદેહ ક્યારે લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે અંગે તેઓ વધુ જાણતા નથી.