GSC બેન્કના ચેરમેન પદે  શ્રી અજયભાઇ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી શઁકર ચૌધરી બિન હરીફ ચૂંટાયા 

0
1216

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેંક GSC બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે યોજાઈ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે અજય પટેલની ફરી એકવાર વરણી થઈ છે. જ્યારે વાઇસ ચેરમેન પદે શંકર ચૌધરીની પણ ફરી એકવાર વરણી કરવામાં આવી છે. ચરમેન-વાઈસ ચેરમેનની બંનેની ટર્મ 5 વર્ષની રહેશે. ચેરમેન પદે અજય પટેલ અને વાઈસ ચેરમેન પદે શંકર ચૌધરીબિન હરીફ   વિવિધ સહકારી બેંકમાં 429 પદાધિકારીઓએ GSCની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2009થી અજય પટેલ ચેરમેન પદે અને શંકર ચૌધરી વાઈસ ચેરમેન પદે કાર્યરત છે.  GSC બેન્ક 0% NPA ધરાવતી બેન્ક છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે 100 કરોડનો નફો કર્યો છે.  28 લાખ ખેડૂતો GSCબેન્ક સાથે જોડાયેલા છે. 8400 મંડળીઓ પણ GSC બેન્ક સાથે સંકળાયેલી છે.

અજય પટેલે કહ્યું હતું કે ,‘અમે આવ્યા ત્યારે બેંક 50 કરોડના નુકશાનમાં હતી. હવે દર વર્ષે બેન્ક નફો કરી રહી છે. ખેડૂતોની આવકમાં વધારો થાય એ દિશામાં કામ કરી રહ્યા છીએ. અમિત શાહ અમને હંમેશા સલાહ સૂચનો આપતા રહ્યા છે.’ ત્યારે શંકર ચૌધરીએ કહ્યું હતું કે, ‘કરોડોનાં નુકશાન વાળી બેંકમાં અમારું બોર્ડ આવ્યું હતું. નુકસાનીમાંથી બહાર આવીને અમે પ્રોફિટમાં આવ્યા છીએ. ખેડૂતોને ઓછા વ્યાજે લૉનની વ્યવસ્થા કરી છે.’

GSC બેંકનાં ડિરેક્ટરો 

  1. અજય પટેલ
  2. શંકર ચૌધરી
  3. જયેશ રાદડિયા
  4. દિલીપ સંઘાણી
  5. અમિત ચાવડ઼ા
  6. જશાભાઈ બારડ
  7. મુળુભાઈ બેરા
  8. અરુણસિંહ રાણા
  9. જેઠાભાઈ આહીર
  10. જયંતિભાઈ પટેલ
  11. નાનુભાઈ વાઘાણી
  12. મહેશભાઈ પટેલ
  13. ડોલરરાય કોટેચા
  14. નરેશભાઈ પટેલ
  15. હરદેવસિંહ પરમાર
  16. કાંતિભાઈ પટેલ
  17. અતુલભાઈ પટેલ
  18. બિપિનભાઈ પટેલ
  19. હિતેષભાઈ બારોટ
  20. નરેન્દ્રસિંહ જાડેજા
  21. નટવરલાલ પટેલ
  22. મોહનભાઈ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here