GSEB SSC Result 2023: ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

0
249

સુરત જિલ્લાનું સૌથી વધુ 75 ટકા પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB 10th Result) સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.orgની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધોરણ-10ના વિદ્યાર્થીઓના સન્માન માટેના કાર્યક્રમનો સ્થળ આ વખતે બદલવામાં આવ્યો છે. પાલડી સંસ્કાર કેન્દ્રના બદલે આ વખતે બોડકદેવ ખાતેના પંડિત દિન દયાળ હોલ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.