GST ચોરી સામે સરકારનો સકંજો

0
35

ગુજરાત સરકારે રાજ્યમાં GST (વસ્તુ અને સેવા કર) આવક વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે GST વસૂલાતનું લક્ષ્ય વધારવામાં આવ્યું છે, જેના પગલે કરચોરી કરતા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં કર નિયમોના પાલન અંગે જાગૃતિ વધવાની સાથે કરચોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નાણાં વિભાગ અને GST વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેચાણ, ખરીદી અને કરવેરા સંબંધિત દસ્તાવેજોની સઘન તપાસ કરવામાં આવશે. ખાસ કરીને બોગસ બિલિંગ, ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ અને કરચોરીના અન્ય કિસ્સાઓ પર વિભાગની ખાસ નજર રહેશે.

તાજેતરના વર્ષોમાં GST અમલમાં આવ્યા બાદ કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા વધી છે, છતાં હજુ પણ કેટલાક તત્વો દ્વારા કરચોરીના પ્રયાસો કરવામાં આવતા હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું છે. આ કારણસર રાજ્ય સરકારે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરચોરી શોધવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. ડેટા એનાલિટિક્સ, ઈ-ઇન્વોઈસિંગ અને ડિજિટલ ટ્રેકિંગ જેવી પદ્ધતિઓ દ્વારા શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે