દિવાળી વેકેશનમાં વતન જવા માટે આ વર્ષે STમાં બુકિંગ માટે લોકોનો ધસારો વધ્યો છે. સુરતમાં કામ કરતા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકાનાં જુદાં જુદાં ગામોના રત્નકલાકાર પરિવારો દિવાળીની રજામાં વતન જતા હોય છે. બે ત્રણ દિવસના સમયમાં લોકોનો ધસારો હોઈ ST નિગમની મોટા ભાગની બસો તહેવારો પહેલા 100 ટકા જ હાઉસફૂલ થઈ ચૂકી છે .
સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ ,168 બસ ઓનલાઇન અને 111 બસમાં ગ્રૂપ બુકિંગ થયું,દરેક રૂટનાં ભાડાં દર્શાવતાં બેનરો પણ મુક્યાં છે
અમદાવાદ વડોદરા એસટી ડેપોમાં પ્રવાસીઓ દ્વારા સત્તરહજારથી વધુ સીટનું એડ્વાન્સ બુકિંગ થઇ ગયું છે સૌથી વધુ બુકિંગ અમદાવાદ થી વડોદરા સુરત ગોઘરા અને દાહોદનાં થયાં છે.
સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ
ST ડિવિઝનના સૂત્રોનાં જણાવ્યા મુજબ તહેવારોના એક સપ્તાહ પૂર્વે સુરતથી ઉપડનારી 200 બસ એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ થતાં નિગમને એક કરોડ જેટલી આ સિઝનની અંદાજે વધારાની આવક થશે. સૌરાષ્ટ્ર ઉપરાંત દાહોદ, ગોધરા, પંચમહાલ, મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા વગેરે રૂટમાં પણ એકસ્ટ્રા બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.