West Bengal શપથ વિધિમાં ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

0
220

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પશ્ચિમ બંગાળ ના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં વિશેષ રૂપે સહભાગી થયા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત બે રાજ્યો વચ્ચેના મજબૂત રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બની રહી હતી, જે આગામી સમયમાં સહયોગી સંઘવાદને વધુ વેગ આપશે.
West Bengal ના વહીવટીમાં આવશે પારદર્શિતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભાજપા શાસિત તમામ રાજ્યો વિકાસ અને જન કલ્યાણના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ હવે આ રાષ્ટ્રીય વિકાસયાત્રામાં સહભાગી થયું છે, જેનો તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુશાસન દ્વારા બંગાળની જનતાની અપેક્ષાઓ પૂર્ણ થશે અને રાજ્ય વહીવટી પારદર્શિતાના નવા શિખરો સર કરશે.