ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી કર્ણાવતી, વંદે ભારત સહિતની ટ્રેનો રદ્દ

0
231

ગુજરાતમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવામાં મેઘરાજાએ ફરીથી ગુજરાતમાં એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ રવિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને પણ અસર પડી છે જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની ઘણી ટ્રેનોને અસર પહોંચી છે.વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.