સુરતમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ

વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી 2 ઈંચ જેટલા વરસાદના પગલે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વરસાદના પગલે સમગ્ર સુરત શહેર પાણી-પાણી થઈ ગયું છે.ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. આ સાથે સમગ્ર દેશમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમી રાજસ્થાનમાં ચક્રવાતી ક્ષેત્ર છે. જ્યારે મહારાષ્ટ્રથી લક્ષદ્વીપ સુધી સર્જાયેલા હળવા દબાણને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તેમાં દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. શહેરમાં આવેલા કોઝવેનું લેવલ 4.88 મીટર રહ્યું છે. ઉકાઈ ડેમ 285.01 ફૂટ છે.