ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત 

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે, ત્યારે આજે થોડા સમયમાં જ પારણા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ ખોડલધામ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે.