સુનામીમાં મૃત્યુઆંક 429એ પહોંચ્યો

નોર્થ જાવાના બેનટેન પ્રાંતના પાંડેગલાંગ રિજન્સીમાં સૌથી વધુ 290 મોત થયા છે,

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ આવેલી વિનાશકારી સુનામીમાં મંગળવારે મૃત્યુઆંક વધીને 429એ પહોંચી ગયો છે. ભારે વરસાદના કારણે સુનામીમાં જીવિત બચેલા લોકોની શોધ અને મૃતદેહોની ભાળ મેળવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોર્ડના સ્પોક્સપર્સન સુતોપો પુરવો નુગરોહોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે રાહત અને બચાવ ટીમો પાણીમાં હજુ પણ શબોની શોધ કરી રહી છે.