NDAના હરિવંશસિંહ જ્યસભામાં ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટણી જીત્યાં

રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ગુરૂવારે ઉપલા ગૃહમાં મતદાન થયું. NDAના હરિવંશ નારાયણ સિંહ (62) રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટણી જીત્યાં છે. તેમની તરફેણમાં 125 મત પડ્યાં છે. જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદ (64)ને 105 મત મળ્યાં હતા. જ્યારે કે સાંસદ ગેરહાજર રહ્યાં હતા. એટલે કે વોટિંગમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો હતો.