સેનાએ ઘૂસણખોરોને મદદ કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા

ભારતીય સેનાએ સોમવાર મોડી રાત્રે તંગધાર સેક્ટરમાં એલઓસી પાર કરવા માટે ઘૂસણખોરોને મદદ કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. આ પહેલા પાકિસ્તાન તરફથી સીઝફાયર વાયોલેશન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. રક્ષામંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, સેનાએ સીઝફાયર વાયોલન્સ અને વારંવાર થઈ રહેલી ઘૂસણખોરીનો પ્રયત્ન રોકવા માટે સુનિયોજીત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.