ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લગાવી દીધા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. જોકે તેમણે કહ્યું છે કે, તેમની સાથે નવા પરમાણુ કરાર માટે હજુ પણ રસ્તો ખુલ્લો છે. આ પહેલાં મે 2018માં અમેરિકાએ ઈરાન સાથે 2015માં થયેલા પરમાણુ કરારમાંથી પોતાની જાતને અલગ કરી દીધા હતા. અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવતા ભારત જેવા દેશ ઉપર અસર થઈ શકે છે, જે ત્યાંથી મોટી માત્રામાં ક્રૃડ ઓઈલની આયાત કરે છે.