સરહદે આર્મીએ હેલ્પલાઈન શરૂ કરી, શંકાસ્પદ ગતિવિધિ કે અનિચ્છનીય બનાવની માહિતી આપી શકાશે

કચ્છ સરહદે અબડાસાના નેંધુતાડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાન યુએવી ડ્રોનને તોડી પડાયા હતા. સેના સતર્ક થઈ ગઈ છે. શંકાસ્પદ ગતિવિધિ, વ્યક્તિ કે બિનવારસુ વસ્તુ મળી આવે તો સેનાને જાણ કરવા માટે એક હેલ્પલાઈન નંબર શરૂ કરીને નાગિરકોને જાણ કરવા માટે તાકીદ કરી છે. કચ્છના લેન્ડલાઈન નંબર (02832) 258439 પણ માહિતી શેર કરી શકશે.