સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઓનલાઈન ફટાકડાં વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. કોર્ટના જણાવ્યા પ્રમાણે રજૂ કરેલા નિયમોનું પાલન કરાવવાની દરેક વિસ્તારના SHOની જબાવદારી રહેશે. જો નિયમોનું પાલન કરાવવામાં નહીં આવે તો SHOને અંગત રીતે કોર્ટની અવગણનાના દોષિત માનવામાં આવશે.