વિનોદ મેહરાનો દીકરો રોહન મેહરા ‘બઝાર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ

સૈફ અલી ખાન સાથે વિનોદ મેહરાનો દીકરો રોહન મેહરા ‘બઝાર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે જેનું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. રોહન ડેબ્યૂ ફિલ્મમાં રિઝવાન એહમદનો રોલ પ્લે કરી રહ્યો છે. ઘણા ઓછા લોકો જાણે છે કે રોહન, વિનોદ મેહરાની ત્રીજી પત્ની કિરણનો દીકરો છે. વાસ્તવમાં વિનોદે પોતાની માતાની મર્જીથી મીના બ્રોકા સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. લગ્નના અમુક સમય બાદ જ તેને હાર્ટ અટેક આવ્યો હતો.