દિલ્હીમાં ફટાકડામુક્ત દિવાળી ઊજવવાની અપીલ કરાઈ

ર્યાવરણને લઇ લોકોમાં આવેલી જાગૃતિ અને ફટાકડા ફોડવા સામે સુપ્રીમના કડક વલણને કારણે આ વખતે ફટાકડાનું વેચાણ 40 ટકા ઘટ્યું છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલી ખતરનાક હદે પહોંચી ગયું કે સરકારે લોકોને ફટાકડામુક્ત દિવાળી ઉજવવાની અપીલ કરી. આ તમામ કારણોને પગલે 20,000 કરોડનું ફટાકડા બજાર હવે આશામાં છે કે આવનારા વર્ષમાં ઇકો ફ્રેન્ડલી ફટાકડા અંગે કોઇ નવી નીતિ બની જશે, જે પર્યાવરણની સુરક્ષા પણ કરશે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના રોજગારને પણ બચાવી લેશે.