છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં 4 ઈંચ નોંધાયો

ક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં 4 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અંબિકા, ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ડાંગમાં ભારે વરસાદના પગલે 11 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદના પગલે નદીઓના જળ સ્તર વધી રહ્યા છે.