બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે. તેણે કહ્યું કે, 'ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.'