વાતચીતને લઈને પાકિસ્તાનનું વલણ કપટયુક્ત લાગે છે :  વિદેશ મંત્રાલય

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી કાશ્મીર મુદ્દે નિવેદન કર્યું છે, જેને ભારતે અફસોસજનક ગણાવ્યું છે. સાથે જ પાકિસ્તાનને કહ્યું છે કે તેને બીજા દેશના આંતરિક મામલે દરમિયાનગીરી કરવાને બદલે પોતાની જમીનથી આતંકવાદને ખતમ કરવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વાતચીતને લઈને પાકિસ્તાનનું વલણ કપટયુક્ત લાગે છે. તેઓ આતંકવાદ અને હિંસાને સમર્થન આપે છે. પાકિસ્તાનનું આવું વલણ વિશ્વની સમક્ષ આવી ગયું છે.