દિવાળીના તહેવાર પહેલા એક વાર ફરી દિલ્હીની હવામાં પ્રદુષણ વધ્યું

દિવાળીના તહેવાર પહેલા એક વાર ફરી દિલ્હીની હવામાં પ્રદુષણ વધ્યું છે. રાજધાની દિલ્હીની હવામાં હાલ ધુમાડો જ ધુમાડો નજરે પડી રહ્યો છે. ધીમે ધીમે આ ધુમાડાનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હી એન.સી.આર.માં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો નોંધાયો છે. અહીં શ્વાસ લેવી પણ મુશ્કેલ બની છે. ત્યારે આજે સામે આવેલા હવા પ્રદુષણના આંકડા આશ્ચર્યમાં મૂકે તેવા છે. આજે એર ક્વોલીટી ઈન્ડેક્સ મુજબ, મંદિર માર્ગ પર 707, મેજર ધ્યાનચંદ્ર સ્ટેડિયમ પાસે 676 અને જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ પર 681 આંકડો નોંધાયો છે.