ભારતે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે વિજય મેળવ્યો

બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી રોહિત શર્મા સહિત બેટ્સમેનોના ઉમદા પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા હતા. કેદાર જાધવ 23 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે જ ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે. ભારત આ પહેલા 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બન્યું હતું.