હાલોલ-બોડેલી રોડ પર  અકસ્માતમાં ખત્રી પરિવારના 7 બાળકોના મોત

હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામ પાસેના વળાંકમાં શનિવારે રાત્રે સર્જાયેલા કારના ગમખ્વાર અકસ્માતમાં બોડેલીના ખત્રી પરિવારના 7 બાળકોના મોત નીપજ્યા હતા. બે બાળકીઓ અને ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં મોતને ભેટેલા સાત બાળકોની અંતિમ સેલ્ફી સામે આવી છે. સાત બાળકોની છેલ્લી તસવીર જોઇને પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. સાત બાળકોના મોતના શોકને કારણે પરિવારના સભ્યોના આંસુ સુકાતા નથી.