નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો લટારના સીસીટીવી સામે આવ્યા

નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેની લટારના સીસીટીવી સામે આવ્યા છે. દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે રાજ્યની રાજધાનીમાં જ્યાંથી રાજ્યનો વહિવટ થાય છે ત્યાં દીપડો ઘૂસી જતાં લોકોમાં અચરજ જોવા મળી રહી છે.