અસામાજિક તત્વો કોંગ્રેસના એજન્ટ બની ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની અસ્થિનું વિવિધ રાજ્યોની 100 નદીમાં ભાજપ દ્વારા વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પણ આજે (શનિવારે) અટલજીની અસ્થિ વિસર્જન યાત્રા યોજાઈ છે. જેમાં હાજર રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અટલજીને દેશના સપૂત કહ્યાં હતાં. અને ઉપવાસ કરનારા હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો કોંગ્રેસના એજન્ટ બની ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.