રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં ન આવી હતી અને સમિતિ પર માત્ર કબજો રહેશે. પક્ષ પલ્ટાની વાત હવામાં ઓગળી ગઇ હતી. સામાન્ય સભા પૂર્વે ભાજપના કાર્યકર્તાને જિલ્લા પંચાયત બહાર હાર્ટ અટેક આવતા બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.