ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્સ ફસાયા

સાઉથ ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્સ ફસાયા હતા. ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ ટૂરિસ્ટ્સમાં ફેમસ છે. દર વર્ષે ઉનાળામાં હજારોની સંખ્યામાં યૂથ સમર વેકેશન કેમ્પ માટે આવતા હોય છે. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું. વાવાઝોડાં અને પૂરના કારણે અંદાજિત 1600 જેટલાં ટૂરિસ્ટ્સ પ્રદેશમાં ફસાઇ ગયા હતા. ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. ભારે વરસાદના કારણે ગાર્ડની સેઝ અને આર્દેચ નદીમાં પૂર આવ્યું હતું.