આગામી માર્ચ સુધીમાં જરૂરિયાતમંદ સવર્ણોને અનામતનો લાભ મળી શકશે

સવર્ણોને અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય આજે લોકસભામાં કસોટીની સરાણે ચડી રહ્યો છે. મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હોવા છતાં સરકારે બંધારણમાં સુધારો કરવા માટે સત્રનો એક દિવસ લંબાવ્યો છે. બંધારણીય સુધારા માટે મંગળવારે લોકસભામાં પ્રસ્તાવ મૂકાશે. જરૂર પડ્યે સરકાર સત્ર વધુ લંબાવી શકે છે. પરંતુ શું છે બંધારણિય સુધારાની કાર્યવાહી? સમગ્ર પ્રક્રિયા કેવી હોય છે? શું લોકસભાની આગામી ચૂંટણી પહેલાં સવર્ણોને આર્થિક અનામત મળી શકશે ખરી!!!!!!