ગુજરાતી યુવતીએ  ફિનાલી ગલૈયા મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટમાં વિજેતા

ગુજરાતી યુવતીએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. જામનગર નજીક આવેલા ખેરા બેરાજા ગામના મહાજન પરિવારની 24 વર્ષીય યુવતી ફિનાલી ગલૈયા મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટમાં વિજેતા બની છે. સુંદરતાના કારણે ફિનાલી ગલૈયાએ આ સ્પર્ધામાં ટૉપનુ સ્થાન હાંસલ કર્યુ છે. ફિનાલી ગલૈયા હવે આગામી સમયમાં ચીન ખાતે યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરશે