લોકોને મારી અપીલ છેકે પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો ન કરો : DGP

0
775

રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે, લોકડાઉનને અસરકારક બનાવવાની પોલીસની કામગીરીનો અમુક અમસાજીક તત્વો દ્વારા વિરોધ કરીને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લોકોને કડક સંદેશ આપુ છુંકે આવી પ્રવૃત્તિ કોઇ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને શોધીને તેમની ધરપકડ કરી શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને મારી અપીલ છેકે પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો ન કરો. પોલીસ પર હુમલો કરનાર કોઇપણ આરોપીને છોડવામાં આવશે નહીં અને લોકડાઉન દરમિયાન બનેલી પોલીસ અને વહીવટીતંત્ર પર હુમલાની ઘટનામાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવા કુલ 28 ગુનામાં 64 આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here