ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ પરિણામ

0
51

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ મનપા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

ચૂંટણી કાર્યક્રમ મુજબ 21 સપ્ટેમ્બરે ચૂંટણીની સત્તાવાર નોટિફિકેશન પ્રસિદ્ધ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર રહેશે. 28 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. મતદાન EVM દ્વારા કરવામાં આવશે.

ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ ગાંધીનગરમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને વોર્ડ સ્તરે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણી માટે 23 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે.

ગાંધીનગર મનપા ચૂંટણી – મહત્વની તારીખો

પ્રક્રિયા તારીખ
ચૂંટણી નોટિફિકેશન 21 સપ્ટેમ્બર 2026
ઉમેદવારીની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2026
ફોર્મની ચકાસણી 28 સપ્ટેમ્બર 2026
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2026
મતદાન 11 ઓક્ટોબર 2026
મતગણતરી 13 ઓક્ટોબર 2026