અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની CMની જાહેરાત સામે કોંગ્રેસનો વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વર્ષે ભદ્રકાળી માતાના દર્શન કર્યા પછી એવી જાહેરાત કરી છે કે, વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થઇ જશે. આ મુદ્દે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે અમદાવાદના હેરિટેજનો દરજ્જો આપવાની દરખાસ્તમાં જ અમદાવાદ નામ હોવાથી હવે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા ભાજપ રાજનિતી કરી રહી છે.