આરુષિ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તલવાર દંપતી અને ઉત્તર પ્રદેશ સરકારને ઝટકો

આરુષિ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તલવાર દંપતી અને ઉત્તર પ્રદેશ સરકારને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIની અપીલ પર તલવાર દંપતી અને યુપી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે CBI દ્વારા સુનાવણી માટેની અરજીને મંજૂર કરી છે. આ અરજીમાં હેમરાજની પત્નીની અરજી પણ જોડવામાં આવી હતી. હવે આ બંને મામલાની સુનાવણી એક સાથે જ થશે. માનવામાં આવે છે કોર્ટના આ નિર્ણયથી તલવાર દંપતીની મુશ્કેલી વધી શકે છે.