કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને સમર્થન આપ્યું

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં આજે કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ વ્યાજબી છે અને નીતિ મત્તાની માંગણીઓ છે તેથી તેનો ઉકેલ લાવવો જોઈએ. સાથે જ પેટ્રોલિયમના વધતા ભાવ મામલે વર્તમાન સરકારને આડેહાથ લીધી હતી. હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને તે અશક્ત થઈ ગયો છે.