મોદી આજે રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં સામેલ થશે

વડાપ્રધાન  શનિવારે માલદીવના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથ સમારોહમાં સામેલ થવાના છે. સોલિહ રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી મોદીએ તેમને ફોન ઉપર પણ અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચીન તરફી હોવાથી ભારતની ચિંતા થોડી વધી હતી. હવે વડાપ્રધાન મોદીની માલદીવ મુલાકાત પડોશી દેશ સાથે ભારતના સંબંધો સુધારવાનો સંકેત છે. નવા રાષ્ટ્રપતિ સોલિહને ચીનના દેવામાંથી બહાર આવવા માટે ભારત અને અમેરિકાપાસેથી મદદ મળવાની આશા છે.