ઈમરાન ખાને પાકિસ્તાનના 18મા વડાપ્રધાન તરીકે શપથ લીધા

ઈમરાન ખાને પાકિસ્તાનના 18મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. નવું પાકિસ્તાન ઈમરાનનો નારો હતો, પરંતુ બેરોજગારી, ગરીબી અને નબળી અર્થવ્યવસ્થા તેમના માટે સૌથી મોટા પડકારો રહેશે. દેશની હાલત એવી છે કે તેમને પદ સંભાળતા જ 25 અબજ ડોલરની (લગભગ 1 લાખ 74 હજાર કરોડ રૂપિયા) લોનની જરૂર છે. ઈમરાનના આ શપથગ્રહણ સમારોહમાં નવજોત સિંહ સિદ્ધુ પણ પહોંચ્યા. સિદ્ધૂ અહીંયા પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને મળ્યા.