કેરળમાંરળમાં 94 વર્ષના સૌથી વિનાશકારી પૂર પછી રોગચાળો ફાટી નીકળ્યો

કેરળમાં ઓગસ્ટમાં આવેલા 94 વર્ષના સૌથી વિનાશકારી પૂર પછી હવે અહીં રોગચાળો ફાટી નીકળ્યો છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં લેપ્ટોસ્પિરોસિસ બીમારીલેપ્ટો ફેલાઈ રહી છે. તેને સ્થાનિક ભાષામાં રેટ ફીવર કહેવામાં આવે છે. સરકારના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં 372 લોકોને રેટ ફીવર હોવાની વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. તેમાં 12 લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. પૂર પછી અલગ અલગ બીમારીઓના કારણે અત્યાર સુધી કુલ 54 લોકોના મોત થયા છે.